Thursday, August 29, 2013

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.

ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે

ગરીબ માણસો પોતે પોતાની સ્થિતિ સુધારી શકે એવી શક્તિ તેમને આપવામાં જ ખરી સેવા રહેલી છે.

જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.

વિધાર્થી શિક્ષકપરાયણ હોવો જોઈએ,  શિક્ષક વિધાર્થીપરાયણ હોવો જોઈએ,  બેય જ્ઞાનપરાયણ હોવા જોઈએ, જ્ઞાન સેવાપરાયણ હોવું જોઈએ  ને  સેવા પ્રભુપરાયણ હોવી જોઈએ.

બીજાનીઓની  આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરનાં આપણા રહેઠાણનું ભાડું છે.

સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.

જે પ્રદશૅન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઉંચાઈ ઉપર પહોંચી જાય છે.

સેવા મનુષ્યની સ્વાભાવિક વૃતિ છે અને તે જ તેના જવનનો આધાર છે. સેવાથી શત્રુ પણ મિત્ર થય જાય છે.

0 comments:

Post a Comment