Wednesday, August 28, 2013

“નયન થી નયન મળે તો સુંદર નમન થઇ જાય ”
“સાથ થી સાથ મળે તો અનંત મિત્રતા થઇ જાય”
“હદય થી હદય મળે તો નિર્દોષ પ્રેમ થઇ જાય”
“હાથ થી હાથ નાં હસ્ત-મેળાપ થાય તો,
જન્મો-જન્મ નું અતુટ બંધન બંધાય જાય”
“લાગણી, વિશ્વાસ, સમર્પણ નો ‘સંગમ’ થાય તો,
પ્રેમભર્યા માસુમ પ્રસંગો સર્જાય”
માણસ નું ઝેર તો સર્પ કરતા પણ વધારે ઝેરીલું છે.
સર્પ તો અજાણતા અથવા બીક નો માર્યો ડસે છે.
પણ માણસ તો જાણી બુઝી ને અથવા વિશ્વાસ માં લઇ ને ડસે છે.
સર્પ ના દંશ થી બચવું એકવાર મુશ્કેલ નથી.
પણ માણસ ના દંશ થી બચવું ઘણું મુશ્કેલ છે.

કેમ કરી ભૂલું તને,
કેમ કરી ભૂલી જવું ખુદને,
બસ જીવું છું એ થોડીક યાદો સાથે,
કેમ કરી ભૂલું તને,
કેમ કરી ભૂલું મને .
આજે પણ યાદ છે એ નયન,
આજે પણ યાદ છે આખરી સમય નો અંશ,
બસ યાદ નથી તો હવે ખુદ હું,
કેમ કરી ભૂલી જાવ તને…..

લાંબી આ સફર માં જીન્દગીના ઘણા રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો છો તો અમે ખોયા છે.

તે મૂક બનીને કહેતી હતી,
હું કહીને ચૂપ રહેતો હતો.
શું હતી દ્વિધા ના સમજી શક્યા,
તે દુઃખી થઈને કહેતી હતી,
હું કહીને દુઃખી થતો હતો.
ક્યાંક વિસરી ગયા પરસ્પરના ભાવને,
કે પછી મનમેળના મળતાવને !
તે રુદનથી હૂંફ પામતી હતી,
હું હૂંફને સદા ઝંખતો હતો.
નિષ્ફળ નિવડ્યો એ પરસ્પરનો સ્નેહ,
કે પછી સફળ થયાં વિધિના લેખ.
તે વિશ્વાસને ખાતર નિઃસ્વાર્થ બની હતી,
હું નિઃસ્વાર્થ ભાવે વિશ્વાસ માંગતો હતો.
હવે, તો ક્યાં અટકશે આ જીવન,
કે પછી અટકી જશે આ જીવન.
તે આ જીંદગી મરીને જીવતી હતી,
હું આ જીંદગી જીવીને મારતો હતો.
હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે,પણ એકનું હૃદય જીતવું અધરું છે.
વિધારૂપી  ધનની  કોઈ  ચોરી  કરી  શકતું  નથી,  રાજા  દંડના રૂપમાં  લઈ  શકતો  નથી,  ભાઈ  ભાગ  પડાવી  શકતો  નથી, એનો  ભાર  હોતો  નથી, તે  દાન  દેવાથી  નિત્ય  વધે  છે  અને  સર્વ  ધનોમાં  શ્રેષ્ઠ  છે.

0 comments:

Post a Comment