Tuesday, August 27, 2013

સુંદરતા તેને જોનારની આંખોમાં ઝબકે છે તેના કરતાં પણ વધુ એની ઝંખના કરનાઓના અંતરમાં ઝળહળે છે.

સોંદર્ય શોભે છે શીલથી, ચારિત્ર્ય શોભે છે સંયમથી.

સત્ય,  સદાચાર,  શીલ,  અને સહિષ્ણુતાનો સરવાળો એટલે સોંદર્ય

સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખુંદી વળીએ તો પણ એ જો આપણી અંદર નહી હોય તો હાથ લાગશે નહી.

સુંદરતા શુંગાર વિના પણ મનને મોહિત કરે છે. સુંદરતાને આભૂષણો ની જરૂર નથી. કોમળતા આભૂષણોનો ભાર સહન કરી શકે નહી.

0 comments:

Post a Comment